Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Maliya Miyana

માળીયામિંયાણાના વેજલપર ગામે ગોપાલ ઠાકોરની ૧૦ વર્ષની દિકરી અમ્રિતા ઠાકોરે ગણપતિ બાપ્પાની ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવી સ્થાપના કરી કાળી માટીમાંથી ઘરે જ બનાવી વિધ્નહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું

માળીયામિંયાણાના વેજલપર ગામે ગોપાલ ઠાકોરની ૧૦ વર્ષની દિકરી અમ્રિતા ઠાકોરે ગણપતિ બાપ્પાની ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવી સ્થાપના કરી

કાળી માટીમાંથી ઘરે જ બનાવી વિધ્નહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું

માળીયામિંયાણાના વેજલપર ગામે ગોપાલ ઠાકોરની પુત્રી અમ્રિતા ઠાકોરે ગણપતિ બાપ્પાની ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવી સ્થાપના કરી છે ૧૦ વર્ષની અમ્રિતા ઠાકોરે તળાવની કાળી માટીમાંથી ભગવાન ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી હતી જેમાં રંગો પુરીને ભગવાન ગણપતિજીને નવો લુક આપ્યો હતો માત્ર એક કલાક જેટલા સમયમાં પર્યાવરણને નુકસાન ન કરે તેવી મુર્તિ બનાવીને આબેહુબ રૂપ આપી ફૂલોથી સુશોભિત સજાવટ કરીને ગણેશજીને બિરાજમાન કર્યા હતા ઈકો ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે એવી ભગવાન ગણેશજીની મૂર્તિ જેને પાણીમાં વિસર્જન સમયે થોડી ક્ષણોમાં જ ઓગળી જાય છે અને પર્યાવરણને નુકસાન પણ નથી થતું હાલ બજારમાં પીઓપી કે પ્લાસ્ટર ઓફ પેરીસ કે પછી કોઈ કેમીકલના ભાગથી બનતી મુર્તિ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને પાણી અંદર રહેતા જીવોને પણ નુકસાન પહોંચાડે છે અને પાણીને પણ પ્રદુષિત કરે છે જેથી પર્યાવરણને નુકસાન કરે તેવી મુર્તિ લેવાને બદલે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી સમાજને પર્યાવરણ પ્રત્યે ૧૦ વર્ષની અમ્રિતા ઠાકોરે સુંદર સંદેશ પાઠવ્યો છે અમ્રિતા ઠાકોર ધો.૬માં અભ્યાસ કરે છે જેમને ચિત્રકલા કલાકૃતિઓ બનાવી જેવા શોખ ધરાવે છે ત્યારે હાલ ઠેરઠેર ગણેશ ચતુર્થીએ પંડાલોમાં ભગવાન ગણેશજીને બિરાજી સ્થાપના કરેલ છે અને ગામ હોય કે શહેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી શેરી મહોલ્લા ગુંજી રહ્યા છે અને હાલ ગણપતિ ઉત્સવમાં શહેર ગામની ગલી ગલી ગણપતિ બાપ્પાના રંગે રંગાઈને વાતાવરણ ભક્તિમય બની ગયું છે ભક્તો સવાર સાંજ આરતીમાં જોડાઈને ગણપતિ બાપ્પાના આશિર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *