મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશી દારુની રેલમછેલ છતા પોલીસતંત્ર મૌન કેમ? શુ હપ્તાખોરીથી બુટલેગરો બેફામ બન્યા છે તેવી ગ્રામજનોમા ચર્ચા

મોરબી તાલુકા પોલીસની હદની બીટમા ખીસ્સા ગરમ કરાતા હોવાની લોકચર્ચા? મોતની પોટલીનો ધિકતા ધંધા સામે ગ્રામજનોમા રોષ સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ અને રેડ જરુરી

મોરબી તાલુકાના તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશીદારુના હાટડાઓ બેફામ બન્યા છે ખુલ્લેઆમ મોતની પોટલીની હેરાફેરી થાય છે છતા પોલીસતંત્ર મૌન સેવી રહયુ છે શુ? ખાખી ખિસ્સા ગરમ કરી બુટલેગરો સાથે સેટીંગ કરી આ નશાના વેપારમા ભાગીદાર બની રહી છે તેવી લોકચર્ચા સાથે ગ્રામજનોમા રોષ ફેલાયો છે

મોરબી તાલુકાના જેતપર પીપડીરોડ તેમજ વાકાનેરરોડ પર જાંબુડિયા રફાળીયા લીલાપર હરીપરકેરાળા ટીંબડી સહિતના સ્થળે સાંજ પડે એટલે મોતની પોટલીના વેપાર માટે નશાખોરોનો મેળો ભરાય છે છતા પોલીસતંત્ર મૌન સેવી રહયુ છે જેથી તાત્કાલીક ધોરણે કચ્છ આર.આર.સેલની ટીમ તેમજ એસ.એમ.સી ટીમ તપાસ કરી રેડ પાડે તો કેટલાય બુટલેગરો અને ખાખીના તપેલા ચડી જાય તેવી ગ્રામજનોમા લોકચર્ચા સાથે માંગણી ઉઠી છે

