Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Morbi

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગૂંજી ઉઠયુ હતું

આજ તારીખ 9 ઓગષ્ટ ૨૦૨૬ નાં દિવસે ટંકારા મુકામે વિશ્વ આદિવાસી દિવસની મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહારેલીમાં આદિવાસી સમાજનાં લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવાં મળ્યા, તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે નીકળેલી આ રેલી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ નીકળી હતી જેમાં આદિવાસી સમાજ સાથે દરેક સમાજનાં લોકો પણ ઝૂમી ઉઠયા પરંપરાગત તીર કમાન સાથે નીકળેલા લોકો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં બિરસા મુંડાનાં નાદ અને ટીમલી સોંગની સાથે આખું ટંકારા શહેર ઝુમી ઉઠયુ તેમજ આ મહારેલી શાંત સ્વરૂપમાં નીકળી હતી વિશ્વ આદિવાસી દિવસ એ પૂરા વિશ્વમાં મનાવવામાં આવતો દિવસ છે, પૂરા વિશ્વમાં ઉજવવામાં આવતા તહેવારો જૂજ છે જેમાં વિશ્વ આદિવાસી દિવસ એ સૌથી મોખરે છે કારણ કે આખા વિશ્વમાં આદિવાસી લોકો પથરાયેલાં છે જે જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા છે અને વિશ્વના પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા હોઈ ભારતના મૂળ નિવાસી છે આવાં મૂળનિવાસીઓની રેલી જે ટંકારા જેવા બિન આદિવાસી વિસ્તારમાં નીકળે એ ખરેખર ગૌરવની વાત છે

વર્ષોથી આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ જણાવે છે કે અમો છેલ્લા પાંચ વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બનેલ નથી હાલમાં આ રેલીને જે સર્વ સમાજનો સપોર્ટ મળ્યો, તેમજ ટંકારા નગરપાલિકા કોર્પોરેટરો તેમજ તાલુકા જીલ્લા સદસ્યોએ મહારેલીને સન્માન સત્કાર કર્યા હતાં

આમ આ રેલીમાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યાંય ટ્રાફિકને અડચણ વિના આ રેલી ટંકારાનાં મુખ્ય માર્ગો ઉપર ફરીને આંબેડકર ભવન પર સમાપન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ તેમજ દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્ર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

આ કાર્યક્રમને સફળ બનાવવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *