મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા

મોરબી જીલ્લામા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ખુલ્લેઆમ મોતની પોટલીના ધિકતા ધંધા પાછળ પૈસાને પીર ગણતા જવાબદાર તંત્ર સામે લોકોનો રોષ ફેલાયો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે

મોરબી જીલ્લામા કેમીકલનો ઉપયોગ કરી ડુપ્લીકેટ દારુ બનાવતા આરોપીને પોલીસે દબોચ્યા અને નાના ચપલાઓમાથી મોંધીદાટ બોટલો ભરીને બજારમા વહેચતા આરોપીઓને ઝડપી લીધા તેમજ ગુજરાતમા લઠ્ઠાકાંડનો બનાવ પણ તાજેતરમા બન્યો તેનાથી પણ સૌ કોઈ વાકેફ છે છતા પૈસો વ્હાલો હોય અને પૈસાને પીર માનતા હોય તેવા ખાખીધારી પોલીસને નશાથી ટેવાયેલા લોકોના પરીવારની કાઈજ ચિંતા નો હોય તેમ મોતની પોટલીનો વેપાર કરતા દેશીદારુના ધંધાર્થીઓ વ્હાલા લાગતા હોય તેવી લોકચર્ચા જાગી છે

મોરબીના જીલ્લાના જેતપર પીપળી રોડ ટીંબડી લખધીરપુરરોડ નવાસાદુરકારોડ ધુટુરોડ નવલખીરોડ લીલાપરરોડ શનાળા સહિતના સ્થળે સવાર અને સાંજ પડે એટલે શાકમાર્કેટની જેમ મોતની પોટલી લેવા નશાખોરો ઉમટી પડે છે છતા તંત્રને કમાવ દીકરા વ્હાલા હોય તેમ આંખ આડા કાન થતા હોવાની અને દેશીદારુના ધંધાર્થીઓ જાણે ખાખીને પૈસાના જોરથી ખીસ્સામા લઈને ફરતા હોય તેભ પોલીસનો બીલકુલ ખૌફ જ ન હોય તેવી રીતે મોતની પોટલીનો ધંધો ચલાવી રહયા હોવાની ચર્ચા જાગી છે ત્યારે જો કચ્છ ભુજના આઈ.જી ચિરાગ કોરડીયાની રેંન્જ ટીમ ઓપરેશન કરી રેડ કરે તો કેટલાયના તપેલા ચડી જાય તેવી લોક માંગણી સાથે લોકચર્ચાએ જોર પકડયુ છે


