Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Maliya Miyana

માળીયા મિંયાણાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

માળીયા મિંયાણાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ખાખરેચી ગામની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો પ્રવેશોત્સવ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ખાખરેચી કન્યા પ્રા.શાળા કુમાર પ્રા.શાળા મિશ્ર પ્રા.શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને અધિકારીશ્રીઓ તેમજ પધારેલા મહાનુભાવોનું બાળાઓએ કુમ કુમ તિલક કરી પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાટીકા અને ધો.૧ના મળીને કુલ 115 જેટલાં બાળકોને દાતાઓના સહકારથી યુનિફોર્મ શૈક્ષણિક કીટ અને ડોમ્સ કલર કિટ ઇનામ આપીને તેમજ સાર્વજનિક હાઈસ્કુલના ધોરણ ૯ અને ધોરણ ૧૧ના કુલ મળીને ૧૫૫ જેટલાં બાળકોને દાતા અને મહાનુભાવોના હસ્તે પેડની ભેટ આપીને પ્રવેશ અપાયો હતો તેમજ હાઈસ્કૂલની બાળા દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાની આગવી અને અનોખી શૈલીમા કન્યા કેળવણી અને બેટી બચાવો અભિયાન અંતર્ગત વક્તવ્ય રજુ કર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે ધો.૩થી ૧૨ માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ CET TST SSE અને NMMSની પરીક્ષામાં ઉતીર્ણ થનાર અને વર્ષ દરમ્યાન 100% હાજરી તેમજ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં તેમજ ઝોન કક્ષાએ STEM ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એમ કુલ 100 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી પેડ જેવા ઇનામ આપીને બિરાદાવ્યા હતા આ પ્રવેશોત્સવના ૩૭૦ જેટલા વિદ્યાર્થીઓને આપેલ પેડના ઇનામના દાતા સામાજિક અગ્રણીશ્રી વિકાસભાઈ થડોદાનુ તેમજ હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વાર નિર્માણના દાતા ગૌરીબેન પ્રભુભાઈ હુલાણીનું મુખ્ય મહેમાનો દ્વારા પુસ્તક અને શાલથી સન્માન કર્યું હતું આ પ્રસંગે સી.આર.સી કાનજીભાઈ બોરીચાએ પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં થયેલ નામાંકન બદલ તમામ ગ્રામજનોને અને તમામ શાળા પરિવારને અભિનંદન પાઠવી બિરાદાવ્યા હતા અને શિક્ષણની વિવિધ યોજનાઓ વિશે અને ડ્રોપ આઉટ થયેલ બાળકોના બેક ટૂ સ્કૂલ અંતર્ગત વધુને વધુ નામાંકન થાય એના પર ભાર મૂકી સૌને સંબોધ્યા હતા SMC અને SMDC મીટીંગમાં શ્રી જે.ટી.પંડ્યા સાહેબે કન્યા કેળવણીમાં વધારો થાય ડ્રોપ આઉટ દર ઘટે અને દાતાઓના સહકાર થકી શિક્ષણની ગુણવતા સુધારા પર વાત કરી હતી.તેમજ ઉપસ્થિત ગ્રામજનોને બાળકોના ઘડતર માટે શિક્ષણના મહત્વ વિશેની વાત અને વિદ્યાર્થીના મળતા લાભો અંગે વાલીને જાગૃત થવા જણાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લાના ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના એ.બી.ડોબરીયા તેમજ માળીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.ટી.પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ખાખરેચી જીલ્લા પંચાયત સદસ્ય સંદીપભાઈ કુંવરિયા ખાખરેચી તાલુકા પંચાયત સદસ્ય શોભનાબેન વિરમભાઇ સંખેસરિયા ખાખરેચી ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી વનિતાબેન દિનેશભાઇ પારજીયા માળીયાના બી. આર.સી.મહેન્દ્રભાઈ રાઠોડ મોટા દહીંસરા ક્લસ્ટરના સી.આર.સી. બોરીચા કાનજીભાઈ વેજલપર અને વાધરવા તાલુકા પંચાયત સભ્યો, સામાજિક વન વિભાગ માળીયાના જે.એ.પીપરીયા ICDC માળીયાના રંજનબેન પંચાલ તલાટીમંત્રી અશોકભાઈ ફોક ગ્રામ પંચાયત સભ્ય મુનાભાઇ પરમાર ખાખરેચી PHCના મહેશભાઈ વાઘેલા અને SMCના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અંતે મિશ્ર શાળાના આશિષભાઈ બાવરવાએ પ્રગતિના પ્રવેશોત્સવ અંગેનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો શુભેચ્છા સંદેશ હાજર સૌને વાંચી સંભળાવ્યો હતો છેલ્લે હાઈસ્કૂલના આચાર્યશ્રી મેહુલભાઇ ભોરણિયાએ હાજર સૌને પરિવારની સુરક્ષા અને સલામતી હેતુ ટ્રાફિકના નિયમોના પાલન અંગેના શપથ લેવડાવ્યા હતા. છેલ્લે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અધિકારીશ્રીઓનો અને આર્થિક સહયોગ આપનાર દાતાઓનો અને ગ્રામજનોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *