Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Maliya Miyana

માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ: દેશી તમંચો, એરગન અને હથિયારોના મોટા જથ્થા સાથે ૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ઝડપાયા

માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ: દેશી તમંચો, એરગન અને હથિયારોના મોટા જથ્થા સાથે ૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ઝડપાયા


માળીયા શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે એક ખૂબ જ મોટું અને સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં ઘાતક હથિયારો સહિત કરોડોની છેતરપિંડીમાં વપરાતા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટનો મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે હથિયારોનો મોટો જથ્થો જપ્ત પોલીસના આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન માળીયા શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. જેમાં દેશી તમંચો અને જીવતા કાર્તિસએરગન ​તલવાર, ધારીયા અને છરી જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો અને ​૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ અને ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાયા


​આ કોમ્બિંગ માત્ર હથિયારો પૂરતું સીમિત ન રહેતા, પોલીસે આશરે ૧૦૦ જેટલા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પણ ઝડપી લીધા છે. આ જથ્થો કોઈ મોટી છેતરપિંડીના રેકેટનો ભાગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન ૩ ગેરકાયદેસર વીજ કનેક્શન પણ પકડી પાડવામાં આવ્યા છે, જે અંગે પીજીવીસીએલ (PGVCL) દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
​૪૫૦થી વધુ પોલીસ કાફલાની કડક કાર્યવાહી
​આ ઓપરેશનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો મેદાને ઉતર્યો હતો. આ કાર્યવાહીમાં:
​જિલ્લા પોલીસ વડા (એસ.પી.) ના સીધા માર્ગદર્શન હેઠળ,
​૩ ડી.વાય એસ પી (નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ),
​૧૫ પી.આઈ (પોલીસ ઇન્સ્પેક્ટર),
​૩૨ પી.એસ.આઈ (સબ ઇન્સ્પેક્ટર), અને ​આશરે ૪૦૦ જેટલા પોલીસ જવાનો જોડાયા હતા પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *