મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ ૪ના કોર્પોરેટર દ્વારા જુના ઘુંટુ રોડ રામદેવપીરના મંદિરે ૫૦૦ દિવડાનો ઝગમગાટ અને ફુલોના શણગાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી

મોરબી જિલ્લામાં શહેર હોય કે ગામડામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઠેરઠેર દિવડાઓ પ્રગટાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી-૨ ત્રાજફર ચાર રસ્તા પાસે આવેલા રામદેવપીર મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં 500 દીવડા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ૭૬મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૪માં આવેલ ખારી વિસ્તાર રામદેવપીર મંદિર ત્રાજપર ચાર રસ્તા ચોકડી પાસે રામદેવપીર મંદિરે 500 દીવડા પ્રગટાવી ભવ્ય રોશની કરવામાં આવી હતી અને ફુલોના શણગાર સાથે વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મહાઆરતી યોજાઈ હતી આ પ્રસંગે એડવોકેટ પૂનમબેન જીતેનભાઈ આગેચાણિયા કોર્પોરેટર મોરબી નગરપાલિકા તથા ચેરમેન લીગલ ડિપાર્ટમેન્ટ અશ્વિનીબેન તુલસીભાઈ પટાડીયા કોર્પોરેટર એડવોકેટ દિલીપભાઈ આગેચાણિયા પ્રમુખ મોરબી જિલ્લા વકીલ મંડળ તુલસીભાઈ પાટડિયા ત્રાજપર વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર વિનોદભાઈ ડાભી મયુરભાઈ ગોહિલ ભોજાભાઈ ભરવાડ, છગનભાઈ ભરવાડ દીપાભાઈ વરાણીયા હકુભાઈ પ્રકાશભાઈ, રવિ બારૈયા મહાવીરસિંહ જાડેજા સહિત ખારી વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ મહીલાઓ સાથે મોટી સંખ્યામાં વોર્ડના રહીશો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની લાંબી ઉંમરની દુવા પ્રાર્થના સાથે શ્રદ્ધા ભાવપૂર્વક મહાઆરતીમાં જોડાયા હતા

