મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર

મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રી સ્વ.નવીનચંદ્ર લાભશંકર પંડ્યાનું અવસાન થતાં તેમને કોઈ દિકરા ન હોય ત્રણ દિકરીઓએ પુત્ર તરીકેની ફરજ બજાવી હતી જેમાં પુજાબેન પંડ્યા ધારાબેન પંડ્યા અને નેહાબેને પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કરીને પુત્ર તરીકેની ખોટ પુરી પાડી હતી સ્વ.નવીનચંદ્ર પંડ્યાને પુત્ર ન હોય ત્રણ દિકરીઓ હોય અવસાન બાદ દિકરીઓએ પુત્ર તરીકેની ફરજ બજાવી તે દુઃખની ઘડીએ અંતિમ સંસ્કારમાં આવેલા સૌ કોઈની આંખો રડી પડી હતી આમ પુત્રની ખોટ દિકરીઓએ પુરી પાડી બાપને વ્હાલી દીકરી તે શબ્દોને સાર્થક કરી દિકરીઓએ પુત્ર તરીકેની ફરજ બજાવી હતી

