Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Morbi

મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક

મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક

મોરબીના લીલાપર-કેનાલ રોડ ખાતે ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ, રામકો રેસિડેન્સી નજીક સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા આયોજિત ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ને મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોની સતત વધતી મુલાકાત અને પરિવારજનોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા કાર્નિવલની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ભવ્ય કાર્નિવલ તા. 22 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે જન્માષ્ટમીના પર્વની ઉજવણી સાથે શરૂ થયેલો આ કાર્નિવલ આજે મોરબીવાસીઓ માટે પરિવાર સાથે આનંદ અને મનોરંજન માણવાનું વિશેષ આકર્ષણ બન્યો છે. બાળકો અને યુવાનો માટે વિવિધ રોમાંચક રાઇડ્સ, મનોરંજનનાં સાધનો તેમજ ખાણીપીણી અને વિવિધ પ્રકારના સ્ટોલ સહિતની વ્યવસ્થાને કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો કાર્નિવલની મુલાકાત લઈ રહ્યા છે

ખાસ કરીને સાંજના સમયે રંગબેરંગી રોશની, વિવિધ રાઇડ્સ અને ઉત્સવમય વાતાવરણથી સમગ્ર મેળા પરિસર જીવંત બની ઊઠે છે. બાળકોના આનંદથી લઈને વડીલો સુધી, દરેક વયજૂથને પરિવાર સાથે યાદગાર સમય પસાર કરવાની તક મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા અનુસાર, મોરબી અને આસપાસના લોકો તરફથી મળેલા પ્રેમ, સહકાર અને અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કાર્નિવલને 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. જે પરિવારો હજુ સુધી મેળાની મુલાકાત લઈ શક્યા નથી, તેમના માટે પણ આ નિર્ણય આનંદના સમાચાર સમાન છે આથી મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પરિવાર અને બાળકો સાથે તા. 22 સપ્ટેમ્બર સુધી ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ની મુલાકાત લઈ ઉત્સવ, રાઇડ્સ અને પારિવારિક મનોરંજનનો આનંદ માણવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્થળ : ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ, રામકો રેસિડેન્સી નજીક, લીલાપર-કેનાલ રોડ, મોરબી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *