માળીયામિંયાણા કચ્છ હાઈવે ઉપર હરીપર બ્રિજ પાસે ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કારમાં હેરાફેરી રૂ.૮.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત આરોપી ફરાર

માળીયામિંયાણા કચ્છ હાઈવે ઉપર હરીપર બ્રિજ પાસે ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કારમાં હેરાફેરી રૂ.૮.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત આરોપી ફરાર

ચપલા વેચનાર ચકલા કોઈ દી બાજ ન બની શકે માળીયા પોલીસની બાજ નજર કચ્છ તરફ જતો હોય કે આવતો ઈંગ્લિશ દારૂ માળીયા પોલીસની રડારમાં મોરબી જિલ્લામાં દારૂ ઘુસેડવો લોઢાના ચણા ચાવા બરોબર હાઈવે પર સજ્જ

માળીયામિંયાણા કચ્છ હાઇવે ઉપર હરીપર પાસે આવેલા બ્રિજ ઉપરથી ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કારને ઝડપી લઈને તેમાંથી અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-૨૪૨ તથા બીયર ટીન નંગ-પપર રૂ ૩,૮૬,૪૪૦ તથા મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂ ૮,૯૧,૪૪૦નો મુદામાલ માળીયા પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માળીયામિંયાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના મળેલ હળવદ તરફથી એક ક્રેટા કાર જેના રજીસ્ટર નં GJ-09- BN-3021 વાળીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની હોય તેવી ચોક્કસ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે હાઇવે રોડ પર ઉપર વાહનો બ્લોક કરી વાહન ચેકીંગ દરમ્યાન બાતમીવાળી કારનો ચાલક રોડ ઉપર બ્લોક કરેલ વાહનો જોઇ કાર મુકી નાશી ગયેલ જે કારમાં ઈંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૨ રૂ.૨,૬૫,૦૦૦તથા બીયર ટીન નંગ પપર રૂ ૧,૨૧,૪૪૦ તથા એક મોબાઇલ ફોન તથા ક્રેટા કાર મળી કુલ કિંમત ૮,૯૧,૪૪૦નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here