મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે ડીસ્પલે બોર્ડની એંગલ ડમ્પર ઉપર પડતા ઘટનાસ્થળે ચાલકનુ કમકમાટીભર્યું મોત..જુઓ વીડીયો

મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે ડીસ્પલે બોર્ડની એંગલ ડમ્પર ઉપર પડતા ઘટનાસ્થળે ચાલકનુ કમકમાટીભર્યું મોત..જુઓ વીડીયો

મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે મોડીરાત્રે હાઈવે પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડની તોતીંગ ભારેખમ લોખંડની એંગલ મોરબી તરફ જતા ડમ્પર ઉપર ધડાકાભેર પડતા ટ્રક ચાલક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જાણવા મળતી વિગત મુજબ મોરબી તરફ જતા ગાળા ગામના પાટિયા પાસે હાઈવે પર લગાવેલા ડિસ્પ્લે સાઈન બોર્ડની તોતીંગ એંગલ અચાનક જ જીજે-૩૬-ટી-૯૫૪૯ નંબરના ડમ્પર ઉપર તુટી પડતા ટ્રકની બોડી બુકડો બોલી ગઈ હતી જેના કારણે ડમ્પર ચાલકનુ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ડમ્પર અંદર ફસાયેલા ચાલકની બોડીને ક્રેનની મદદથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અકસ્માતના કારણે હાઈવે એક સાઈડ બ્લોક થઇ ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here