માળીયા મિંયાણા નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટલ સામે બાઈક સવારને ટ્રેલર ચાલકે હડફેટે લેતા કમકમાટી ભર્યુ મોત

માળીયા મિંયાણા નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટલ સામે બાઈક સવારને ટ્રેલર ચાલકે હડફેટે લેતા કમકમાટી ભર્યુ મોત

અકસ્માતમા મોત નિપજાવી ટ્રેલર ચાલક ટ્રેલર રેઢુ મુકી ફરાર મૃતકની બોડીને મોરબી સીવીલમા પીએમ માટે ખસેડાઈ

પ્રાપ્ત વિગત અનુસાર માળીયા મિંયાણા નેશનલ હાઈવે હોનેસ્ટ હોટલ સામે કાજરડા ગામના પાટીયા પાસે બાઈક લઈને મોરબી તરફ આવતા શબ્બીરભાઈ નુરમામદભાઇ ત્રાયા રહે નવાગામ શિકારપુર તા ભચાઉ અને તેનો મિત્ર સીકંદર કાસમ સંધવાણી બને બાઈકમા આવી રહયા હતા ત્યારે ટ્રલર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક શબ્બીરભાઈને ગંભીર ઈજા પહોચી હતી અને બાઈકની પાછળ સવાર સીકંદરભાઈ સંધવાણી ફંગોળાઈને દુર ફેકાઈ જતા મુઢમારની ઈજા પહોચી હતી જયારે ગંભીર રીતે ધવાયેલા શબ્બીરભાઈ નુરમામદભાઈ ત્રાયાને સારવાર માટે પ્રાઈવેટ વાહનમા મોરબીની સીવીલ હોસ્પીટલમા ખસેડાતા ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્ત મુસ્લીમ યુવાન શબ્બીરભાઈ ત્રાયાને મૃત જાહેર કરી બનાવની જાણ પોલીસને કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here