
રાજકોટમા ખુનના આરોપી પેરોલજંપ કરી મોરબીના ધુટું કારખાનામા કામ કરતા પતરા પરથી નીચે પટકાતા અયુબ શેખનુ મોત નિપજ્યુ
રાજકોટમા હત્યાના આરોપમા જેલમા હોય ધરે દુખદ પ્રસંગે પેરોલમા આવી પેરોલજંપ કરી મોરબી કારખાનામા કામે ચડી ગયા હતા ત્યા અકસ્માતે મૃત્યુ નિપજ્યુ હતુ
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન પતરા ઉપરથી આધેડ નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમા પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યાથી હોસ્પિટલ મારફતે આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ રાજકોટ રાજીવનગરના રહેવાસી અને રાજકોટમા થયેલી હત્યાના ગુન્હાના આરોપી જેલમા હતા અને કેશની ટ્રાયલ ચાલુ હતી તેમજ ટુક સમયમા કેશનુ જજમેન્ટ પણ હતુ ત્યારે મૃતકના ધરે દુખદ પ્રસંગ બનતા મૃતક આરોપીના પેરોલ મંજુર થયા હતા પેરોલનો સમય પુરો થતા જેલમા હાજર નહી થતા પેરોલજંપ કરી હોવાનુ લોકો પાસેથી જાણવા મળ્યુ છે ત્યારે હાલમાં ઘૂટું ગામ પાસે આવેલ ઓમેક્ષ સિરમિક ખાતે રહી મૃતક અયુબભાઈ સતારભાઈ શેખ (૫૫) કારખાનામાં ચાલતી બાંધકામની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પતરા ઉપરથી તે નીચે ફટકાતા નીચે લોખંડના મીલર પર માથુ ભટકાતા મૃતકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળ ઉપર જ તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ હોસ્પિટલ મારફતે આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જયસુખભાઈ.પી. પટેલ ચલાવી રહ્યા છે