મોરબીના લાલપર ગામ પાસે બિનવારસી જીવન ગુજારતા યુવાનનું સામાજીક સેવાભાવી કાર્યકરોએ પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી
આઠ મહિનાથી એકલા જીવન જીવતા યુવાનને સેવાભાવીઓએ જાતે સ્નાન કરાવી કપડા પહેરાવી દાઢી વાળ કાપી સ્વચ્છ બનાવી તેના પરીવારને સોપી માનવતા મહેકાવી
મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે કેનાલ નજીક છેલ્લા આઠેક મહિનાથી એક યુવાન બિનવારસી હાલતમા જીવન ગુજારી રહયો હતો જેની જાણ લાલપર ગામના રહેતા માનવતાવાદી લકીભાઈ વીંધણી ને થતા તેણે સામાજીક કાર્યકરોને ફોન કરી વિગત કૌશલભાઈ મહેતાને આપી હતી જેથી કૌશલભાઈ મહેતા, રાજુભાઈ દવે, મુસાભાઈ બ્લોચ, વિજયભાઈ સીસોદીયા, લકીભાઈ વિધાણી અને વિજયભાઈ રાઠોડ યુવાન પાસે પહોચ્યા હતા ત્યાં છેલ્લા આઠ મહિનાથી ત્યાં રહેતા બીનવારસુ જીવન ગુજારતા યુવાનને મળતા તેનુ નામ નિલેશભાઈ જણાવતા તેની સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ તે ઘણા સમયથી ન્હાયા ધોયા વગર હોવાથી સામાજીક સેવાભાવી ટીમે પહેલા તેને સાફ કરીને સારા કપડા પહેરાવીને તેની વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેનું નામ નિલેશભાઈ મેર હોવાનું સામે આવ્યું હતુ અને તે ચોટીલા પાસે બામણબોર ગામે રહેતો હોવાનું સામે આવતા સેવાભાવી ટીમે કારમા લઈ જઈને તેના ગામમા તેના પરીવારના ધરની શોધખોળ કરી નિલેષભાઈનો તેના પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી