
સુરેશભાઈ ગોસ્વામી પત્રકાર મૉરબી ( મૉ 98797 83327 )
‘અલ્પેશ સુરેશભાઈ ગોસ્વામી પત્રકાર
( MO 99790 48700 મૉરબી )
જામનગરના જોડીયા રામવાડીમાં લોકકલ્યાણ અને પિતૃના મોક્ષાર્થ શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયુ
સમસ્ત જોડીયા ગામના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી પરિવારો દ્વારા ભવ્ય આયોજન કરાયુ
જામનગરના જોડીયા ગામે ઉદાસીન સંત કુટીર રામવાડી ખાતે ૧૦૦૮ સદગુરુ દેવશ્રી ભોલેબાબાજી ના આશીર્વાદ થી જયોતિ સ્વરૂપ બાલા હનુમાન ના યજમાન પદે દરેકજીવો ના લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થે સમસ્ત જોડીયા ગામ ના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી કુટુંબ પરિવાર દ્વારા ગોસ્વામી હેમલપરી મગનપરી ની આગેવાની માં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું આયોજન તા ૮ થી ૧૪ એપ્રિલ સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ કરાયું છે. આ કથા ના વક્તા અનિલપ્રસાદ તેની સુંદરવાણી માં કથાનું રસપાન કરાવી રહ્યા છે. જોડીયા ગામ સહિત આસપાસ ના ગ્રામજનો સહિત બહોળી સંખ્યા માં ભક્તજનો કથા નો લાભ લઇ રહ્યા છે.શ્રીમદ ભાગવત કથા ના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાય રહયા છે. તા ૧૫-૪ ના સવારે ૮ વાગ્યે શાંતિયજ્ઞ નું આયોજન કરાયું છે. આ કથા માં મહાપ્રસાદ રસોડા સહિતની વ્યવસ્થા માં જોડીયા લક્ષ્મીપરા પટેલ સમાજ તન મન ધન થી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથા માં જોડીયા જામનગર રાજકોટ મોરબી સહિત વિવિધ શહેરો ના દશનામ ગોસ્વામી સમાજ ના સંતો મહંતો ભગવા ગ્રુપ સામાજીક ને રાજકીય આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથા માં લોકો કથા નું શ્રવણ કરી શકે ને કોઈ ને કોઈપણ જાત ની તકલીફ ન પડે તે માટે ગોસ્વામી હેમલપરી મગનપરી સતત દેખરેખ રાખી જહેમત ઉઠાવી રહ્યા આ શ્રીમદ ભાગવત કથામા મોરબી ફુલછાબના બ્યુરોચિફ સુરેશએ ગોસ્વામી પરીવાર સાથે હાજરી આપી હતી