
માળીયા મિંયાણાના વવાણીયા ગામે થયેલ ફાઈરીંગ પ્રકરણમા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટ
આરોપીઓ દ્રારા વવાણીયા ગામે ઈદના તહેવારના દિવસે પિસ્તોલથી ફાઈરીંગ કરી મૃત્યુનો ભય બતાવ્યો હતો
જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિંયાણાના વવાણીયા ગામે રમજાન ઈદના દિવસે પ્રેમ પ્રકરણની ખાર રાખી ફાઈરીંગનો બનાવ બનતા માળીયા મિંયાણા પોલીસ મથકે પાંચ આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૪૪૭ ૩૦૭ ૫૦૪ ૫૦૬ (૨) તથા આર્મસ એકટની કલમ ૨૫ (૧-બી) તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી
આ ગુન્હાના કામે પોલીસે આરોપીઓને પકડી જેલ હવાલે કરાતા આરોપીઓના એડવોકેટશ્રી રજાક બુખારી અને જતીન હોથી દ્રારા નામદાર ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી કરી દલીલો કરતા આરોપીઓ (૧) હુશેનભાઈ ઈકબાલભાઈ ભટ્ટી રહે કોળીવાસ માળીયા મિંયાણા (૨) અબ્દુલભાઈ ઉર્ફે અબલો જાનમામદભાઈ મોવર રહે સુરજબારી તા ભચાઉ જીલ્લો કચ્છ ભુજ (૩) ફારુકભાઈ દિલાવરભાઈ ભટ્ટી રહે મોવર શેરી માળીયા મિંયાણા આ ત્રણેય આરોપીઓને નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટે રુપિયા દશ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો આ કેશમા આરોપીઓના વકીલ તરીકે રજાક બુખારી અને જતીન હોથી રોકાયેલા હતા