
માળીયા મિંયાણાના જુનાઘાંટીલા વેજલપર ખાખરેચી કુંભારીયા વિસ્તારમાં ભરઉનાળે અષાઢી માહોલ કમોસમી વરસાદની તોફાની બેટીંગ એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો પાણી પાણી
ચોમાસા જેવો માહોલ માવઠામાં કમોસમી વરસાદે રણકાંઠાના ગામડાઓમાં ભુક્કા કાઢ્યા
માળીયામિંયાણાના જુનાઘાંટીલા વેજલપર કુંભારીયા સહીતના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં આખા દિવસના અસહ્ય બફારા બાદ મોડી સાંજે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને જોતજોતામાં જુનાઘાંટીલા વેજલપર ખાખરેચીમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરઉનાળે માવઠામાં મેઘરાજાએ ચોમાસા જેવી ચાલ પકડી ધોધમાર વરસાદ વરસાવતા થોડીવારમાં પાણી પાણી થઈ ગયુ હતુ અને અંદાજીત એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્યા છે જેથી ખેડુતોના ગવારના પાક સહીતને નુકશાનની ભીતી સેવાઈ રહી છે