
માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર દ્રારા
માળીયામિંયાણાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ કાળઝાળ આકરા તાપની શરૂઆત
માળીયામિંયાણાના રણકાંઠાના જુનાઘાંટીલા ખાખરેચી વેજલપર વિસ્તારમાં કમોસમી ધોધમાર દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ આકરા તાપની શરૂઆત થતા વાહન ચાલકો આકરા તાપ અને લુ થી બચવા મોઢા પર સુરક્ષા કવચ રૂમાલ કે અન્ય કપડાને મોઢે બાંધી પસાર થતા જોવા મળ્યા હતા જેથી ઉનાળો તેના અસલી મિજાજમાં આવ્યો હોય તેમ લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે ચોમાસુ નજીક હોય ઉનાળો તેનો અસલી મિજાજ બતાવી ધોમધખતો તાપ વરસાવી રહ્યો છે જેથી હાલ તો રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ ડિગ્રીની આસપાસ પારો હોય આકરા તાપનો લોકો અહેસાસ કરી રહ્યા છે જ્યારે સુર્યદેવે પોતાનો પ્રકોપ બતાવતા કાળઝાળ તડકા સાથે લુ વરસતા બપોરના સમયે રોડ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા