
પરિણીતા પર થયેલા શારીરિક દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના ગુન્હા માં રાજકોટની સ્પે. એટ્રોસીટી કોર્ટ મા આરોપીના ચાર્જસીટ પહેલા જામીન મંજૂર.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં મોરબી રોડ પર રહેતા મોહિત ધીરુભાઇ મેસરીયા એ તેમના પરિચયમાં રહેતી પરીણીતા પર લગ્નની લાલચ આપી સન 2019 થી અનેક વાર શારીરિક સંબંધ બાંધી તેમના પર અનેકવાર દુષ્કર્મ કરેલ પરિણીતાના છૂટાછેડા થઈ ગયા બાદ પરિણીતા એ આરોપી સાથે લગ્ન કરવાનું કહેતા આરોપીએ લગ્નની ના પાડતા ભોગ બનનારે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર આઈપીસી ની કલમ 376 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3 2 5 મુજબ ગુનો દાખલ કરેલ જેમાં તપાસનિશ અધિકારી દ્વારા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી કોર્ટે,તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ, જયારે આ કામમાં આરોપી વતી જામીન ની કાર્યવાહી વકીલ શ્રી સી.એસ વિઠલાપરા અને વકીલ શ્રી બકુલ રાજાણી દ્વારા કરવામાં આવતા જામીન અરજીમાં સરકારી વકીલ તેમજ ફરિયાદી ને સાંભળ્યા જ્યારે વકીલ શ્રી દ્વારા કરાયેલી રજૂઆતો સત્યની હકીકત તેમજ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદો રજૂ કરતા અને ધારદાર દલીલો ને ધ્યાને લઈ નામદાર સ્પે કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન મંજૂર કરેલ છે.
આ કામમાં આરોપીઓથી રાજકોટના વકીલ સી.એસ.વિઠલાપરા અને વકીલ શ્રી બકુલ રાજાણી કોમલબેન રાવલ તેમજ વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટના એડવોકેટ શ્રી ઓ, સાગર સરવૈયા, વિજય વણઝારા, કિરીટ ગોહિલ,લવજી ભજગોતર, ભાવેશ જેઠવા, સંજય ચાવડા,કિશન ભીમાણી, જેડી બથવાર, આર કે દેત્રોજા,પીબી જેઠવા, એન કે ચુડાસમા,
રોકાયેલ હતા….























