Skip to content
October 10, 2026
Advertisement
મોરબી જીલ્લાના વાકાનેર નજીક  ઢુવા કેમ્પેથી વિખૂટું પડેલું બાર વર્ષનુ માશુમ બાળકને ત્રણ કલાકમાં પરિવાર સાથે મિલન કરાવતી ૧૧૨ પોલીસ ટીમ મોરબી ટ્રાફિક પોલીની માનવતા અને શ્રધ્ધા માતાના મઢ જતા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવી ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ મોરબી ટ્રાફિક પોલીસની સરાહનિય ઉમદા કામગીરી  ઉમિયા સર્કલ પાસે મળેલો મોબાઈલ ટ્રાફિકપોલીસ ટીમે રાહદારીને પરત કર્યો મોરબી ગોપાલ ઠાકોર- રિપોર્ટર મોરબી પિતાને કાંધ આપી પુત્રની ખોટ દિકરીએ પુરી પાડી અગ્નિ સંસ્કાર આપ્યો સૌની આંખો રડી પડી મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પુજાબેન પંડ્યાના પિતાશ્રીના અવસાન બાદ ત્રણ દિકરીઓએ કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર રિપોર્ટ..ભારાપર ચાકી પત્રકાર કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોરબી હઝરત શેખ અબ્દુલ કાદીર જીલ્લાની (ર.અ.)ની ગ્યારહવી શરીફની શાનમાં વાજતે ગાજતે વિશાળ ઝુલુસ નીકળ્યુ  ઠેર ઠેર શબીલોમા ઠંડાપીણા લચ્છી સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરાયું મોરબીના જેતપર પીપળીરોડ પર દેશી દારુની રેલમછેલમા કોની મહેરબાની? ડુપ્લીકેટ દારુ લઠ્ઠાકાંડ બાદ પણ મોતની પોટલીના વેપાર પાછળ જવાબદાર કોણ તેવી લોકચર્ચા મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખારી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરે ૫૦૦ દિવડા કરી ઉજવણી કરી મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ સરાહનિય કામગીરી રોકડ રકમ ભરેલું પાકીટ મુળ માલીકને પરત કરી માનવતા મહેકાવી મોરબીમા ભારતી વિધાલય શાળામાં યોજાઇ વિધાર્થી મંત્રી મંડળ ની ચૂંટણી અને વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબા માંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હિટાચી – ૩, ડમ્પર – ૪ મળી કુલ રૂ.૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબા માંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હિટાચી – ૩, ડમ્પર – ૪ મળી કુલ રૂ.૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ



નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા

દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે P.S.I. શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર, અતુલભાઇ ડાભી તથા ડ્રા. ગોવીંદભાઇ ધાંધળ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં કસુરદાર ગભરુ મોગલ ગેરકાયદેસર ખનીજની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી હિટાચી મશીન (ત્રણ) તમામની કિ.રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે તેમજ ખાલી ડમ્પર (ત્રણ) (1) વાહન નંબર GJ-13 AX-9745 ડ્રાઈવર જસવંતભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસા, (2) વાહન નંબર GJ-13 AX-9385 ડ્રાઈવર હાર્દિકભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ, (3) વાહન નંબર GJ-13 AX-8308 ડ્રાઈવર હાજર મળેલ ન હતો તે કબ્જે કરેલ છે અને રોડ ઉપરથી કપચી ભરેલા ડમ્પર (એક) (1) વાહન નંબર DD-1-X-9356 ડ્રાઇવર પિન્ટુ લક્ષ્મણભાઈ નાયકા માલિક જીગરભાઈ ભુપતભાઈ ખેર નાઓ મળી આવતા ઉપરોકત (ચાર) ડમ્પરોની કિ.રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીશ્રીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *