કચ્છ ભુજના નાના એવા ભારાપર ગામે હઝરત શેખ અબ્દુલકાદીર જીલ્લાની (ર.અ.) ના જશને ગૌસેઆઝમની ગ્યારવીશરીફની શાનમા ટ્રેકટર પર વિશાળ ઝુલુસ કાઢી આમ ન્યાઝશરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

ભુજ તાલુકાના ભારાપરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જશ્ને ગોસે આઝમ મનાવવામાં આવ્યો હતો જેમાં અગીયાર દિવસ સુધી દિવસને રાતના ભાગમા ગૌસપાકની શાનમા વાયેઝશરીફનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સવારમાં જુલુસનો ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો અને પછી ભારાપર ગામની અહેલે સુન્નત વલ જમાત દ્રારા આમ ન્યાજશરીફનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો
તેમજ સાંજે ચાર વાગ્યે સૈયદ મુફ્તીએ કચ્છના નવાસાએ તકરીર કરી હતી જેમાં ગૌસે આઝમના સારા કાર્યો વિશે માહિતી આપી હતી અને આપણને પણ તે જ રીતે ચાલવાની ભલામણ કરવામાં આવી હતી કોઈ સંજોગોમાં ખોટા કામ અને ખોટું બોલવાથી બચવું અને જિંદગી ફક્ત પોતાના સ્વાર્થ માટે નહીં પણ માનવતા માટે જીવવી જોઈએ જેવા ભલામણ કરી હતી…..


