
મોરબી સિપાઈવાસમા રહેતા પાંચ વર્ષના માશુમ રુહાન ઈરફાનભાઈ પઠાણે નાની ઉમરે રમજાનના પવિત્ર માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત કરી
હાલે રમજાન માસના પવિત્ર મહિનામા તમામ મુસ્લીમ બિરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ અદા કરી ઈબાદત સાથે આખા મહીના દરમ્યાન અલ્લાહપાકની ઈબાદત કરવામા આવે છે અને તમામ મસ્જીદોમા રોજેદારોને રોઝા ખોલાવવાની મસ્જીદ કમીટીઓ દ્રારા વ્યવસ્થાઓ કરવામા આવે છે ત્યારે આ ગરમીમા વહેલી સવારે સેહરી કરી રોઝુ બંધ કરીને સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહીને ખુદાની બંદગીમા રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી ખુદાની બંદગી કરવામા આવે છે
ત્યારે મોરબી શહેરનિ ગઢનીરાંગ સિપાઈવાસમા રહેતા ઈરફાનભાઈ પઠાઢના પાંચ વર્ષના માશુમ સહેજાદા રુહાન પઠાણે નાની ઉમરે રમજાન માસના ઈબાદત કરી રોઝુ રાખતા પરીવારજનોએ શહેઝાદા રુહાનને ફુલહાર કરી અવનવી વાનગીઓ સાથે રોઝુ ખોલાવી ખુશી વ્યકત કરી હતી

























