
મોરબી નિધિપાર્ક સોસાયટીમા રહેતા તૌફિકભાઈ મોટલાણીની ચાર વર્ષની માશુમ સહેજાદી મેહવીશબાનુએ નાની ઉમરે રમજાનના પવિત્ર માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત કરી
હાલે રમજાન માસના પવિત્ર મહિનામા તમામ મુસ્લીમ બિરાદરો દ્રારા રોઝા રાખી નમાઝ અદા કરી ઈબાદત સાથે આખા મહીના દરમ્યાન અલ્લાહપાકની ઈબાદત કરવામા આવે છે અને તમામ મસ્જીદોમા રોજેદારોને રોઝા ખોલાવવાની મસ્જીદ કમીટીઓ દ્રારા વ્યવસ્થાઓ કરવામા આવે છે ત્યારે આ ગરમીમા વહેલી સવારે સેહરી કરી રોઝુ બંધ કરીને સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહીને ખુદાની બંદગીમા રમજાનના પવિત્ર માસમા રોઝા રાખી ખુદાની બંદગી કરવામા આવે છે
ત્યારે મોરબી શાંતિવન સ્કુલની બાજુમા આવેલ નિધિપાર્ક સોસાયટીમા રહેતા તૌફિકભાઈ મોટલાણીની ચાગલી સહેજાદી મેહવીશબાનુએ ચાર વર્ષની નાની ઉમરે માશુમ સહેજાદીએ રમજાન માસના ઈબાદત કરી રોઝુ રાખતા મોટલાણી પરીવારજનોએ શહેઝાદી મેશવીનબાનુને ફુલહાર કરી અવનવી વાનગીઓ સાથે રોઝુ ખોલાવી ખુશી વ્યકત કરી હતી

























