
મોરબી એ.ડીવીજન પોલીસા ચોરીના મોટરસાયકલ સાથે મુળ માળીયા મિંયાણાના ચીખલી ગામના પ્રકાશ નગવાડીયાને દબોચી લીધો
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ.ઇન્સપેકટર એચ.એ.જાડેજાના માર્ગદર્શનથી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી મોરબી નવલખીરોડ કુબેરનગર નાલા પાસેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૧૦૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. પકડાયેલ આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ નગવાડીયા રહે.ચીખલી તા.માળીયા મિંયાણા જીલ્લો મોરબી આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ- (૧)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૬૨૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪ (૨)મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.૨.નં.૩૭૨/૨૦૧૫ ઇ.પી.કો કલમ.૩૨૩,૫૦૪,૫૦૬(૨) (૩) મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૩૦૧/૨૦૧૫ જુધા.કલમ.૪-૫ (૪) મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૦૬૭/૨૦૧૭ પ્રોહી કલમ.૬૬(૧)બી.૮૫૮(૧) આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦/- કબ્જે કર્યો હતો જેના રજી.નંબર નં.GJ02-BI-8346 હોય જેના મો.સા ના એન્જીન નં.HA10EIDHB45369 તથા ચેસીસનં.MBLHA10AMDHBO7344 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૦૦૦૦/-
આ કામગીરીમા પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીમા ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ હિતેષભાઇ વશરામભાઇ એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાતળીયા પોલીસ સબ ઇન્સપેકટર રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એ.આઇ કિશોરભાઇ મેણંદભાઇ ચકુભાઇ દેવશીભાઇ સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ સિધ્ધરાજભાઈ કાનજીભાઈ અરજણભાઇ મેહુરભાઇ જોડાયેલા હતા