
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા ખુદ પોલીસ તેના સગા સબંધીઓને દેશીદારુના હાટડા ચાલુ કરાવતા હોવાની લોકચર્ચા
મોતની પોટલીના નશીલા ધંધામા પોલીસનુ તેના સગા સબંધીઓને પ્રોત્સાહન અન્ય ધંધાર્થીઓ પાસેથી દારુના પોઈન્ટ ખાલી કરાવી સબંધીઓને નશીલા ધંધા કરાવતી પોલીસ પર વિજીલેન્સ ટીમ ત્રાટકે તો કેટલાયના તપેલા ચડી જાશે તેવી ચર્ચા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા કારખાનામા કામ કરતા પરપ્રાંતિય મજુરોને ખાવાનુ ન હોય તો ચાલે પણ મજુરી કરીને કારખાનેથી છુટયા બાદ મોતની પોટલી તો ફરજીયાત જોય જ છે તે સૌકોઈ જાણે જ છે આ દેશીદારુના નશામા ધુત અનેક પરીવારોના માળા વિખાયા છે અનેક ક્રાઈમના બનાવોને અંજામ આપવામા આવી રહયો છે ત્યારે પોલીસને તો માત્ર ગાંધીબાપુ છાપેલી નોટો જ દેખાતી હોય તેવી રીતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશીદારુની રેલમછેલ થતા તાલુકા પોલીસના ડી સ્ટાફ પીએસઆઈ પી.આઈ સહિતના પોલીસ અધિકારીઓ આંખે પાટાબાંધી બધુ જ જોતા રહે છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમા ધુટુરોડ જેતપરરોડ ટીંબડી હરીપર કેરાળા જાંબુડીયા ઉંચી નીચી માંડલ રફાળીયા સહિતના વિસ્તારોમા એક એક દેશીદારુના પોઈન્ટ પરથી લાખોના હપ્તાઓ વસુલી મોતની પોટલીનો વેપાર ખુલેઆમ કરાવતી પોલીસ પર મોરબી એસ.પી તપાસ કરે અને વિજીલેન્સ ટીમ ત્રાટકે તે ખુબજ જરુરી હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે
ત્યારે ખાખીએ ખરેખર આવા ધંધા બંધ કરાવા જોઈએ તેના બદલે અમુક ટારગેટ કરેલા દેશીદારુના ધંધાના પોઈન્ટ પરના કબજા ખાલી કરાવી પોલીસ તેના સગાસબંધીઓને મોતની પોટલીના વેપાર ચાલુ કરાવતી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે