
માળીયા મિંયાણા તથા આજુબાજુના ગામોમા રહેતા માછીમારો માટે સ્પેશીયલ કેમ્પનુ ભવ્ય આયોજન તમામને લાભ લેવા અપીલ


તા.૨૭/૬/૨૫ ના રોજ માળીયા મિંયાણા તથા આજુબાજુના ગામોના માછીમારો માટે કેમ્પ રાખવામા આવશે લાભ લેવા અપીલ

માળીયા મિંયાણા તાલુકામા વસતા માછીમારો માટે ભવ્ય કેભ્પનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા જરુરતમંદ તમામ માછીમારોને લાભ લેવા અપીલ કરવામા આવે છે જેમાં નીચે મુજબની સેવાનો લાભ મળશે જેમા (૧) પગડિયા માછીમાર લાઈસન્સ
(૨) માછલી વેચાણ લાયસન્સ (૩) મત્સ્ય ઉદ્યોગની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર લાભાર્થીની નોંધણી
(૪) માછીમારો માટે ધિરાણ યોજના kcc ફોર્મ… વિગેરે લાભો મેળવી શકો છો? આ સેવાનો લાભ લેવા માટે જરુરી ડોક્યુમેન્ટ ફરજિયાત લાવવાના રહેશે જેમા
(૧) આધારકાર્ડની ઝેરોક્ષ ૨-નકલ
(૨) રેશનકાર્ડની ઝેરોક્ષ ૨-નકલ
(૩) બેંક પાસબુકની ઝેરોક્ષ ૨-નકલ
(૪) NFDP ઉપર નોંધણી થયેલ માછીમાર રજીસ્ટ્રેશન/કાર્ડની નકલ (૫) પગડિયા/માછલી વેચાણ લાયસન્સ હોય તો તેની નકલ. (૬) પાસપોર્ટ સાઇઝના ૨-ફોટા

આ કેમ્પ માળીયા મિંયાણા શહેરની તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે સવારે ૧૧ થી ૨ કલાકે
તારીખ:-૨૭/૬/૨૫ના રોજ રાખવામા આવશે જેની નોંધ લેવા વિનંતી કરવામા આવે છે























