
રાજકોટ જંગલેશ્ર્વર હુશેનીચોકમા રહેતા કાદરી નાશીરમીંયા જાફરમીંયાની માશુમ શહેઝાદી આયેશામાએ નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી
હાલમા પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે રાજકોટ જંગલેશ્ર્વર હુશેનીચોક શેરી નંબર ૧૧ મા રહેતા સૈયદ કાદરી નાશીરમીંયા જાફરમીંયાની માશુમ શહેઝાદી આયેશામા એ ધોમધખતા તાપમા રમઝાનના પવિત્ર માસમા રોઝુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી સૈયદ કાદરી પરીવારે બાળ રોજદારે નાની ઉમરે રોઝુ પુરુ કરી અલ્લાહપાક પરવરદિગારની ઈબાદત કરી હોવાથી આલેરસુલ કાદરી પરીવારે દુવા ઓ સાથે અભીનંદન પાઠવી ચાગલી માશુમ શહેઝાદી આયેશામાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર સૈયદ કાદરી પરીવારે દુવા સાથે શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવ્યા