
માળીયામિંયાણાના રોહીશાળા ગામની સીમમાં જાહેરમાં પત્તા ટીચતા પાંચ જુગારીઓને માળીયા પોલીસે દબોચ્ચા
રોહીશાળા ખાખરેચી મોરબીના જુગારીઓની જામેલી બાજી ઉપર પોલીસે પાણી ફેરવ્યું ૩૪ હજારના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા
માળીયામિંયાણાના રોહીશાળા ગામની સીમમાં જાહેરમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી પાંચ જુગારીઓને દબોચી ધોરણસરની કાર્યવાહી કરેલ છે જાણવા મળતી વિગત મુજબ માળીયાના રોહીશાળા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા માળીયા પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબારની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ હકીકત મુજ્બની જગ્યાએ રેઈડ કરતા ખુલ્લા મેદાનમાં જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વાળી હારજીતનો તીનપતીનો જુગાર રમતા પ્રવીણભાઈ પ્રભુભાઇ કાલરીયા રહે.રોહીશાળા ગામ તા.માળીયા જયંતીભાઈ જગજીવનભાઇ બાપોદરીયા રહેગામ ખાખરેચી તા માળીયા રતિલાલભાઇ જગજીવનભાઇ કાલરીયા રહે. રોહીશાળા તા માળીયા સુમીતભાઇ સુરેશભાઇ પટેલ રહે.રવાપર કેનાલ ચોકડી તા-જી-મોરબી અને બળદેવભાઇ જીવરાજભાઇ કૈલા રહે. ખાખરેચી તા માળીયાવાળાને રોકડા રૂપિયા ૩૪,૭૦૦ના મુદામાલ સાથે દબોચી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે