માળીયા મિંયાણા કચ્છ હાઈવે પર સુરજબારી બ્રિજ પાસે ૩ વાહનોમાં આગ ફાટી નીકળતા ચારના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

માળીયા મિંયાણા કચ્છ હાઈવે પર સુરજબારી બ્રિજ પાસે ૩ વાહનોમાં આગ ફાટી નીકળતા ચારના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

મોરબી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી જઈને ચાર ડેડબોડી બહાર કાઢીને સાત જેટલા ઈજાગ્રસ્તોને મોરબી હોસ્પિટલ ખસેડયા અકસ્માતના પગલે ટ્રાફીકજામ સર્જાયો

કચ્છ માળીયા મિંયાણા હાઈવે પર સુરજબારી બ્રિજ નજીક ગતરાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમા અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ટ્રક ટ્રેલર કાર સહીતના વાહનોમાં આગ ફાટી નીકળતા જોતા જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં દેખાવા લાગતા દોડધામ મચી ગઇ હતી જેની જાણ પોલીસ અને મોરબી ફાયરબ્રિગેડને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી જાણવા મળતી વિગત મુજબ મોડીરાત્રે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે સુરજબારી નજીક ટેન્કર ટ્રક અને ફોરવિલમાં સૂરજબારી ટોલ પ્લાઝા નજીક આગનો બનાવ બનેલ છે જેમા ૪ વ્યક્તિ પણ ફસાયેલ છે જેથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ડાકી ફાયર ટીમ સાથે ફાયર ટેન્ડર અને રેન્ક્યુ ટેન્ડર રવાના કરેલ હતું અને સાથે ટ્રાફિકના હિસાબે ભચાઉ ફાયર ટીમ પણ રવાના કરેલ હતી ૫ બાળકો અને ૨ ડ્રાઈવર ફસાયેલા હતા તેને સહી સલામત બહાર કાઢીને સામખાયાળી હોસ્પિટલ ખસેડાયા હતા અને ૪ ડેડબોડી આગમાં ભડથું થઈ જતાં ઓળખ કરવી મુશ્કેલ હોય જે ચારેય ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે અકસ્માત બાદ વાહનોમાં આગના બનાવમાં પગલે કચ્છ હાઈવે ઉપર મોટો ટ્રાફીક જામ સર્જાયો હતો જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ અને બચાવકાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here