
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સી.ટીમ
પોલીસ અધિક્ષક શ્રી રાહલ ત્રિપાઠી સાહેબ ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા પી.એસ.ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સી.ટીમ કાર્યરત હોય
જે અન્વયે કે.એ.વાળા સા. પોલીસ ઇન્સપેક્ટર મોરબી તાલુકા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગઇ કાલ તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી ટીમ ના એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા પોલીસ કોન્સન્ટેબલ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા એમ બધા મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાં સી ટીમ- કામગીરી સબબ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા એક મહીલા રોડ ઉપર કરંગ હાલતમાં બેસેલ જોવામાં આવતા તુરત જ તેની પાસે જઇ તેના નામ સરનામાં બાબતે પુછતા પોતાનું નામ લાલી હોવાનું જણાવેલ અને વિશેષ કઇ જણાવતી ન હોય જેથી સદરહુ મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઇ આવતા તુરત જ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી વિશ્વાસમાં લઇ અલગ અલગ શહેરો તથા જીલ્લાના નામ જણાવી પુછપરછ કરતા પોતે અમદાવાદના વટવા વિસ્તાર થી વાકેફ હોય જેથી તુરત જ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ખરાઇ કરતા જાણવા મળેલ કે સદર મહિલાનું પુરૂ નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન વા/ઓ જીગરભાઇ ઠાકોર રહે.જશોદાનગર મેલડીમાનો ટેકરો રમેશભાઇની ચાલી અમદાવાદ વાળી હોવાનું જણવા મળેલ તેમજ તેની પરીવારનો સંપર્ક થઇ જતા તેની માતા આજરોજ અમદાવાદથી આવતા સદરહુ મહીલા છેલ્લા એક મહિનાથી ઘરેથી જતી રહેલ હોવાનું જણાવેલ અને સદરહુ મહિલાને તેના માતા ને સોંપી આપેલ હતી અને તેના માતા તેની દિકરીને શોધતા હોય જે મળી જતા રાહતનો શ્ર્વાસ લીધેલ હતો. આમ એક માનસિક અસ્થિર મગજની મહિલાને તેના માતા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસ સી.ટીમે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે
આ સરાહનિય કામગીરીમા પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એ.વાળા તથા એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા પો.કોન્સન્સટેબલ રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલાનાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે