માળીયા મિંયાણાના ખાખરેચી ગામેથી અપહ્ત અઢી વર્ષની બાળકી પોલીસની સઘન શોધખોળ બાદ હેમખેમ મળી આવી

માળીયા મિંયાણાના ખાખરેચી ગામેથી અપહ્ત અઢી વર્ષની બાળકી પોલીસની સઘન શોધખોળ બાદ હેમખેમ મળી આવી

ખાખરેચી ગામની સીમમાંથી મોરબી એલસીબી અને માળીયા પોલીસે બાળકીને શોધી કાઢી પરીવારે રાહતનો શ્વાસ લીધો

માળીયા મિંયાણાના ખાખરેચી ગામે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનુ વેચાણ કરતા સામાન્ય પરીવારની અઢી વર્ષની બાળકી બપોરે ગુમ થઈ જતા પરીવારે માળીયા પોલીસ મથકે અપહરણની ફરીયાદ નોંધાવી હતી જેથી મોરબી એલસીબી અને માળીયા પોલીસે બાળકીને શોધવા સઘન શોધખોળ આદરી હતી મુળ ચરાડવા ગામના અને ખાખરેચી પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનુ વેચાણ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા સામાન્ય પરીવારની અઢી વર્ષની બાળકી બપોરના સમયે ગુમ થઈ જતા પરીવારે અપહરણની ફરીયાદ નોંધાવી હતી જેથી માળીયા પોલીસ અને એલસીબી ટીમની સઘન તપાસ બાદ બાળકીને શોધવા આકાશ પાતાળ એક કરીને અઢી વર્ષની બાળકી ખાખરેચી ગામની સીમમાંથી શોધી કાઢી બાળકી હેમખેમ મળી આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે બાળકી એકલી મળી આવતા ખરેખર કોઈ અપહરણ કર્યુ હતુ કે ભુલી પડી હતી તે દિશામાં પોલીસે વધુ ઝીણવટભરી તપાસ ચલાવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here