સુરેન્દ્રનગર જોરાવરનગરમા અષાઢીબીજ નિમિતે ભવ્ય રથયાત્રાનુ ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુલહારથી સ્વાગત કરી એકતાનો સંદેશ પાઠવ્યો સર્વ ધર્મે મમદેવ દેવ…

સુરેન્દ્રનગર જોરાવરનગરમા અષાઢીબીજ નિમિતે ભવ્ય રથયાત્રાનુ ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુલહારથી સ્વાગત કરી એકતાનો સંદેશ પાઠવ્યો

સર્વ ધર્મે મમદેવ દેવ…તમામ સમાજના ચિંતક તેમજ તમામ સમાજની સેવામાં તત્પર રહેતી અને હિંન્દુ મુસ્લીમના ભેદભાવ વગર એકતાનો સંદેશ પાઠવવાનો પ્રયાસ કરતી સંસ્થા એટલે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે નામ જેવું જ કામ કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત વિવિધ શહેર જિલ્લા અને અન્ય રાજ્યોમાં સેવાકીય પ્રવૃતિ અંતર્ગત સારી એવી ઓળખ પૂરી પાડે છે ત્યારે કોમી એકતાના પ્રતીક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે સંસ્થાના આયોજકો દ્વારા નાત જાતના ભેદભાવ રાખ્યા વગર પશુ પક્ષી સેવા માનવસેવામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજકો સંસ્થાના સભ્યો જેમ કે પ્રમુખ સ્થાને અકબરભાઈ કટિયા સહિત તેની ટીમના હાર્દિકભાઈ ગાંધી ધર્મેશભાઈ શુક્લા હનીફભાઈ કટીયા સહિત અમીનભાઇ શ્રી દાતાર સાથે આરીફ ભાઈ કટીયા સુરેશભાઈ અને દિલુભા વગેરે વિવિધ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત વિવિધ સેવા કાર્યમાં જાણીતા છે જે તે ધાર્મિક પ્રસંગો નિમિત્તે એકતાના પ્રતિક કાર્યક્રમો કરી સર્વે સમાજમાં એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે તહેવારોનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા અંતર્ગત પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે સમય દરમ્યાન ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અકબરભાઈ કટિયા સાથે સમગ્ર સંસ્થાના સભ્યોએ અષાઢી બીજ અંતર્ગત સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે શોભાયાત્રા નું સ્વાગત કરી ફૂલહાર થી એકતા અને ભાઈચારાની ઓળખ પૂરી પાડી એકતાનો સંદેશ પાઠવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here