
કેશોદમા અન્ય પુરુષ મિત્ર સાથે સબંધ ધરાવતી પરિણીત મહિલા અરજદાર ની ભરણ પોષણ ની અરજીનામંજુર કરતી નામદાર કોર્ટ
કેશોદમા પોતાના માવતરના ઘરે રહેતી મહિલા અરજદારે ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ મુજબ ૧૨૫ મુજબ પોતાના પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે પોતાના વકીલશ્રી મારફત કોર્ટમા અરજી દાખલ કરેલ હતી
આ અરજીના કામે સામાવાળા તેમના પતિને સમન્સ બજ્તા તેમણે પોતાના વકીલશ્રી મારફત પોતાના બચાવ માટે જવાબ રજુ રાખેલ હતો આ અરજીના કામે સામાવાળાના વકીલશ્રી એ નામદાર કોર્ટ સમક્ષ, સત્ય હકીકત જણાવી હતી, અરજદાર મહિલાના અન્ય પુરુષ મિત્રો સાથે સબંધ છે, અરજદાર સામે ચાલી ને પોતાની જાતેજ ઘર છોડીને જતા રહ્યા છે,પોતાના પતિ એ અથવા સાસરીપક્ષ માંથી કોઇએ અરજદારને જવા માટે નથી કહ્યું કે, કોઈ રીતે અરજદારને હેરાન નથી કર્યા વિશેષમા આ કામના સામાવાળા ના વકીલે દસ્તાવેજી પુરાવા આંક મુજબ રજૂ રાખ્યા હતા,અને વિશેષ ધારદાર દલીલો કરી હતી નામદાર કોર્ટે, તમામ પુરાવા વો, અરજદારની જુબાની, સાસરીપક્ષની જુબાનીને ધ્યાને રાખતા
નામદાર કોર્ટે હુકમ કરતા જણાવ્યું હતું કે, અરજદાર મહિલા ને,તેમના પતિ અથવા સાસરી પક્ષ મા માથી કોઈએ ઘર છોડીને જવાનું નથી કહ્યું, તેમના પતિની આવકના પૂરતા પુરાવા રજૂ રાખ્યા નથી, અન્ય પુરુષ મિત્રો સાથે સબંધ ધરાવતા હોય આવા સંજોગોમા અરજદાર મહિલા ને ભરણ પોષણ આપી સકાય નહિ આમ અરજદાર ની નામંજુર કરવામાં આવે છે
આ અરજીના કામે સામાવાળાના વકીલશ્રી તરીકે,વિઠલાપરા સોલિસિટર્સ ના એડવોકેટ શ્રી,સી. એસ. વિઠલાપરા,સાગર સરવૈયા,બી.એમ.જેઠવા એલ.વી ભજગોતર વિજય વણઝારા, કિરીટ ગોહિલ એસ.ડી ચાવડા,જે.ડી.બથવાર,કે.જી.ભીમાણી,પી.બી.જેઠવા,એન.કે,ચુડાસમા,.આર. કે. દેત્રોજા.રોકાયેલ હતા…