
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હરીપર(ભૂતકોટડા) ગામે આવેલ ગામતળના પ્લોટનો કબ્જો સોંપવા તથા ગેરકાયેદસર વપરાશ બદલ મીન્સ પ્રોફીટની રકમ દાવાની તારીખથી ચૂકવવાનો હકમ ફરમાવતો ટંકારા કોર્ટનો ચૂકાદો.
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મોજે હરીપર(ભૂતકોટડા) ગામે ગામતળમાં આવેલ દલીચંદભાઈ લીરાભાઈની માલીકીના પ્લોટ નં. ૪૮ માં ભાણાભાઈ દેવજીભાઈ ભાગીયાએ ધૂસણખોરી કરી વંડો તથા ઓરડીનું બાંધકામ કરી પ્લોટ પચાવી પાડી પ્લોટનો કબ્જો ખાલી કરી ન આપતાં દલીચંદભાઈ લીરાભાઈએ કોર્ટમાં પોતાની માલીકીના પ્લોટનો કબ્જો મેળવવા ભાણાભાઈ દેવજીભાઈ ભાગીયા વિરૂધ્ધ દાવો દાખલ કરી મીન્સ પ્રોફીટની દાદ પણ માંગેલ હતી. આ દાવો ચાલી જતાં ટંકારા કોર્ટના પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબે વાદી – પ્રતિવાદી તરફે રજુ થયેલ પુરાવાઓને ધ્યાને લઈ વાદીની તરફેણમાં ચુકાદો જાહેર કરી ભાણાભાઈ દેવજીભાઈ ભાગીયાએ વાદગ્રસ્ત પ્લોટનો શાંત, ખાલી અને નિર્ભય કબ્જો દલીચંદભાઈ લીરાભાઈને સોંપવાનો તથા વાદગ્રસ્ત પ્લોટના ગેરકાયદેસર વપરાશ બદલ માસીક રૂા. ૫૦૦/- લેખે મીન્સ પ્રોફીટની રકમ દાવાની તારીખથી ચૂકવી આપવાનો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલ છે. આ કેસમાં વાદી દલીચંદભાઈ લીરાભાઈ તરફે જામનગરનાં વકીલશ્રી આર.એ.પટેલ રોકાયેલ હતા.