
મોરબીમા કહેવાતા હનીટ્રેપ કેસમાં આરોપી વિરુધ્ધના આરોપો ખોટા સાબીત થતા પ્રવીણભાઈ પુંજાભાઈ ચાવડા દંપતીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં આમારા અસીલ શ્રી પ્રવીણભાઈ પુંજાભાઈ ચાવડા અને તેમના ધર્મપત્ની લક્ષ્મીબેન પ્રવીણભાઈ ચાવડા રહે બન્ને મોરબી-2 સોઓરડી, વરિયાનગર વાળાઓ વિરુદ્ધ આ કામના ફરિયાદી મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર પરશુરામ પોટરી સ્કૂલ સામે ખોડિયાર હાર્ડવેર નામની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ ગોવિદભાઈ બારેજીયાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી સમાજમાં બદનામીની ધમકી આપીને રૂ.2.25 લાખ પડાવી લઈ વધુ રકમની માગણી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે અસીલ દંપતી વિરુદ્ધ કાર્યવાહી કરતા અસીલ પક્ષે રોકાયેલા જાણીતા ધારાશાસ્ત્રી અને ઊંડું કાયદાકીય જ્ઞાન ધરાવતા બાહોશ એડવોકેટ દિપકભાઈ જાનીએ ફરિયાદી પક્ષની જામીન ન મળે તેવી કાર્યવાહી કરવા છતાં તેઓએ કાયદાકીય રીતે જ ધારદાર દલીલો રજૂ કરતા નામદાર કોર્ટે અસીલ દંપતીને જમીન પર છોડવાનો આદેશ કર્યા બાદ પોલીસે આ કેસનું ચાર્જશીટ ફાઇલ કરતા કોર્ટમાં ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન જાણીતા ધારાશાસ્ત્રી દિપકભાઈ જાનીએ ફરિયાદી પક્ષે લગાવેલી કાયદાકીય કલમોનું કાયદાકીય રીતે સાચું અર્થઘટન કરી અને તમામ કાયદાકીય પાસા રજૂ કરીને ફરિયાદી નરેન્દ્રભાઈ બારેજીયા, સાહેદો જયેશભાઇ ગોવિદભાઈ બારેજીયા, દિલીપભાઈ બરાસરા તેમજ તપાસનીશ અધિકારી લલિતાબેન ભોજાભાઈ બગડાની જુબાની લઈ દસ્તાવેજી પુરાવાઓની સમીક્ષા કરી કોર્ટ સમક્ષ ફરિયાદી પક્ષે લગાવેલા તમામ આરોપોને ખોટા સાબિત કર્યા હતા અને ફરિયાદી પક્ષ તેમના અસીલ વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં નિષફળ જતા ધારાશાસ્ત્રી દિપકભાઈ જાનીની ધારદાર દલીલોને માન્ય રાખી બીજા એડિશનલ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણી સાહેબે નામદાર કોર્ટ તેમના અસીલ પ્રવીણભાઈ અને તેમની પત્ની લક્ષ્મીબેનને આ કેસમાંથી માન સન્માનભેર નિર્દોષ જાહેર કર્યા છે.























