માળીયા મિંયાણાના રોહીશાળા ગામે હઝરત ભોરનશા પીરનો ઉર્ષ મુબારક હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ધામધુમથી ઉજવાયો
માળીયા મિંયાણા તાલુકાના રોહીશાળા ગામે હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક હઝરત ભોરનશા પીરનો ઉર્ષ મુબારક ગઈકાલે તા- ૧૭ માર્ચ ૨૦૨૩ને શંક્વારે સાંજે સંદલશરીફ ચાદરપોશી સાથે ધામધુમથી ઉજવાયો હતો આ ઉર્ષ મુબારકના ખુશીના મોકાપર હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી દુવા સલામ કરી માનતાઓ ઉતારી હતી
આ ઉર્ષ મુબારકની ખુશીમા ન્યાઝ શરીફ અને રાત્રે વાયેઝષરીફનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ વાયેઝ શરીફમા સૈયદ અહેમદ કબીર મટારીએ ખુબ સુરત અવાઝથી તકરીર સંભળાવી હતી આ ઉર્ષના ખુશીના મોકાપર હાજરી આપેલા તમામ હિંન્દુ મુસ્લીમોને ભોરનશાપીર દરગાહ શરીફના ગાદી નશીન શાહમદાર અલ્તાફશા આમદશા (મુન્નાબાનુ) અને આયોજક શાહમદાર રહીમશા અહમદશાએ આભાર વ્યકત કર્યો હતો