
રાજકોટમા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શરતી જામીન પર છોડી મૂકવા હુકમ કરતી કોર્ટ
રાજકોટ શહેર ના માલવિયા પોલીસ સ્ટેશનમાં, અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા ધારા ની કલમ 379 મુજબ મોબાઈલ ચોરી કરવા અંતર્ગત ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદના કામે પોલીસે આરોપી તરીકે ચંદુભાઈ ડોલર ભાઈ ભટ્ટી ની પોલીસે ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ,આરોપી ના વકીલ શ્રી એ નામદાર કોર્ટ સમક્ષ હકીકત જણાવતા દલીલો કરી હતી કે, પોલીસે ખોટી રીતે ચોરી ના ગુના મા અમારા અસીલ ની, ધરપકડ કરેલ છે, અને આરોપી ને રેગ્યુલર જામીન પર છોડી મુકવા માટે દલીલો કરી હતી,આરોપીના વિદ્વાન વકીલશ્રી ની દલીલો ને ધ્યાને રાખી, આરોપી ને જામીન પર છોડી મુકવા નો હુકમ કર્યો હતો
આ કેસમાં આરોપી વતી વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સના વકીલ શ્રી ચેતન વિઠલાપરા, લવજી ભજગોતર વિજય વણઝારા
ભાવેશ જેઠવા,સાગર સરવૈયા, સંજય ચાવડા કિરીટ ગોહિલ, જે ડી બથવાર ,પી બી જેઠવા ,કિશન ભીમાણી ,એન કે ચુડાસમા, આર. કે. દેત્રોજા રોકાયેલ હતા…