મોરબી જીલ્લાના વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ

મોરબી જીલ્લાના વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નામદાર કોર્

ઉપરાંત ભોગ બનનારને વિકટીમ કમ્પેનસેશન સ્કીમ મુજબનુ વળતર પેટે રૂ .૪,૧૨,૫૦૦ વળતર અને આરોપીના દંડ પેટેની રકમ રૂ ૨૦,૦૦૦ મળીને કુલ રૂ ૪,૩૨,૫૦૦ નું વળતર અને આરોપી દંડની રકમ ના ભરે તો રૂ ૪,૧૨,૫૦૦ નું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો

મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ૧૫ વર્ષની બાળકીના લલચાવી ફોસલાવી ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોય જે સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોય જે બનાવ મામલે પોક્સો એક્ટ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર પંથકમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની ૧૫ વર્ષ ૫ માસની સગીર વયની દીકરીને આરોપી કિરણ ફુલજીભાઈ આડ રહે એમપી વાળો હાલ વાંકાનેર રહેતો ઇસમ લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હોય જેથી સગીરા ગર્ભવતી બની હતી અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં દીકરીને જન્મ આપો હતો અને આરોપી કિરણ ફૂલજી આડ છેલ્લા એકાદ વર્ષથી શરીર સંબંધ બાંધતા પેટમાં ગર્ભ રહી ગયાનું સગીરાએ જણાવ્યું હતું જેથી બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

જે ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી જે કેસ ડી પી મહીડા સાહેબની સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ મોરબી સંજયભાઈ દવેએ કોર્ટમાં ૧૦ મૌખિક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી કિરણ ફૂલજી આડને કસુરવાન ઠેરવ્યો હતો અને આરોપીને આઈપીસી કલમ ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (સી-૩) તેમજ જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ (૫) એલ), ૬ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ તેમજ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here