
માળીયા મિંયાણાના શહેર ભાજપ પ્રમુખ તરીકે નીડર ઉત્સાહી બાહોશ યુવા અગ્રણી અલીયાસ મુસાભાઈ મોવરની બીન હરીફ રીપીટ વરણી કરાઈ
તાજેતરમા ભારતીય જનતા પાર્ટીમા હોદેદારોની નીમણુક કરવામા આવી રહી છે ત્યારે માળીયા મીયાણાના શહેર ભાજપ પ્રમુખ તરીકે નીડર ઉત્સાહી યુવા બાહોશ અગ્રણી અલીયાસભાઈ મુસાભાઈ મોવર બીન હરીફ રીપીટ થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ હતી
સાથે સાથે મોરબી, માળિયા મિંયાણા અને હળવદ શહેર-તાલુકા ભાજપ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી,કેન્દ્રીય ચુંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચુંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળના પ્રમુખોની ચુંટણી પ્રક્રિયા સંપન્ન થઇ છે
મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા અને શહેરના પ્રમુખની વરણી કરવામાં આવી હતી,જેમાં મોરબી જીલ્લામાં મોરબી શહેર પ્રમુખ તરીકે રીષીપભાઈ કૈલા, મોરબી તાલુકાના પ્રમુખ તરીકે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરા, માળિયા મિંયાણા શહેર પ્રમુખ તરીકે અલીયાસ મુસાભાઈ મોવર અને માળિયા તાલુકા પ્રમુખ તરીકે રાજેશભાઈ હુંબલ તથા હળવદ શહેર પ્રમુખ તરીકે યુવા નેતા તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને હળવદ તાલુકાના પ્રમુખ તરીકે ભરતભાઈ કણઝારીયાની વરણી કરવામાં આવી હતી