
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મહેનતથીથી પાનેલી ગામના જયેશભાઈ કટેશીયાને વિમાની રકમ બેલાખ બે હજાર અપાવી ન્યાય અપાવ્યો…
મોરબીના પાનેલી ગામના વતની જયેશભાઈ કરમશીભાઈ કટેશીયાનું પોતાનું વાહન બોલેરો જેના નંબર GJ-36 V 2825 જે પાનેલીથી સલતાનપર ગામ જતા હતા ત્યારે અન્ય વાહને ઠોકર મારતા વાહનમાં ૧,૯૭,૦૦૦ રૂપિયાનું નુકશાન થયેલ તેનો વીમો “ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કું.લી.” માં લીધેલ હતો.કંપનીને તમામ કાગળો રજુ કરવા છતા પણ કંપનીએ વીમો આપવા ઈન્કાર કરેલ તેથી તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કરતા અદાલતે વીમા કંપનીને વીમા ગ્રાહક શ્રી જયેશભાઈ કરમશી કટેશીયાને રૂા.૧,૯૭,૦૦૦ તથા રૂા.૫૦૦૦ અન્ય ખર્ચ પેટેના તા.૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.
આ કેસ ની વિગત એવી છે કે મોરબી ના પાનેલી ગામના વતની ગ્રાહક જયેશભાઈ કરમશીભાઈ કટેશીયા એ પોતાની ગાડી બોલેરો વાહન જેના નંબર GJ-36 V 2825 લઇને પાનેલીથી સલતાનપર જતા હતા ત્યારે તેની ગાડી ને અન્ય વાહને ઠોકર મારતા તેની ગાડીને નુકશાન રૂા.૧,૯૭,૦૦૦ થયેલ. ગાડીના માલિક જયેશભાઈ કટેશીયાએ ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ શું.લી. વિમો લીધેલો હતો.ગ્રાહકે તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં રજુ કરવામાં આવેલ છતા વીમા કંપનીએ વીમો આપવા ઇન્કાર કરતા તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતે જણાવેલ કે વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ ગ્રાહક જયેશભાઇ કરમશીભાઈ કટેશીયાને બોલેરો ગાડીના રીપેરીંગના ખર્ચના રૂપિયા ૧,૯૭,૦૦૦ તથા અન્ય ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ કુલ રૂા.૨,૦૨,૦૦૦ તા. ૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે