
મોરબીના લક્ષ્મીનગર ગામને મળ્યા પચ્ચીસ વર્ષના યુવા મહિલા સરપંચ સમર્થકોએ ઢોલનગારા સાથે જીતની ખુશી મનાવી
પચ્ચીસ વર્ષીય યુવા મુસ્લીમ મહિલા સમીમબેન સુમરાનો ૧૯૪ મતે સરપંચ પદે વિજય થતા ખુશીનો માહોલ છવાયો હતો
મોરબીના લક્ષ્મીનગર ગામને યુવા મહિલા સરપંચ મળ્યા છે.સરપંચ પદના ઉમેદવાર ૨૫ વર્ષીય સમીમબેન સિકંદરભાઇ સુમરાનો વિજય થયો છે.સમીમબેન સુમરા પ્રથમ વખત સરપંચ બન્યા છે.સમીમબેન આ ચૂંટણીમાં ૧૯૪ મતે વિજેતા થયા છે. જેને લઇને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મત ગણતરી કેન્દ્ર પર સમર્થકોએ ઢોલ વગાડીને જીતની ઉજવણી કરી હતી સરપંચ પદે ચૂંટાયેલા સમીમબેન સુમરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગામના લોકોનો સારો સાથ સહકાર મળતા વિજય થયા છે. આગામી દિવસોમાં ગામમાં સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવશે. ગામની શાળામાં ઉચ્ચ ધોરણનો સમાવેશ થાય તેવા પ્રયત્નો કરશું. ગામની મહિલાઓ પણ રોજગાર તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરશું