
મોરબી જીલ્લાના ટંકારામાં ચકચારી લૂંટ ધાડનો કેસ ગણતરીના સમયમાં ઉકેલવા બદલ રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામા આવ્યા જુઓ વીડીયો
પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ટી.એન્ટરપ્રાઈઝ (ટીનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા ૯૦,૦૦,૦૦૦/- લાખની લૂટનો ગુન્હો નોંધાયો હતો. જેમાં રાજકોટ થી મોરબી તરફ આવતા પાંચથી સાતેક આરોપીઓ પોતાના વાહનો સાથે પાછળ આવી ખજુરા હોટલ પાસેથી લુંટાધાડ કરી રોકડ રકમ લઇ નાશી ગયા હતાં. જે બનાવને લઇને તાત્કાલીક મોરબી જીલ્લા પોલીસ દ્વવારા નાકાબંધી કરવામાં આવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેરના સુપર વિઝન હેઠળ મોરબી એલ.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ અને ટંકારા પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની ટીમો બનાવી બનાવ સ્થળની મુલાકાત કરી જામનગર જીલ્લા પોલીસ સાથે સંકલન કરી અધિકારી, કર્મચારીઓને એલર્ટ કરી વ્યુહાત્મક નાકાબંધી દ્વારા ગણતરીના કલાકમાં બે આરોપીઓને લુંટના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ પૈકીના રોકડ રૂપીયા ૭૨,૫૦,૦૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ રૂ.૮૨,૦૦,૦૦૦/- સાથે પકડી પાડયા હતા. જે લૂંટધાડના બનાવમાં ત્વરિત અને સૂઝબૂઝથી ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ રેન્જ આઇ.જી.પી. કચેરી ખાતે મોરબી એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઇ. સહિતના મોરબી જીલ્લાના તેમજ જામનગર જીલ્લાના પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રસંશા પત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા