
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની બદલી મોરબી જિલ્લાના નવનિયુક્ત એસપી તરીકે મુકેશ કુમાર પટેલની કરાઈ નિમણૂંક મોરબી જિલ્લા નવનિયુક્ત એસપી તરીકે મુકેશ કુમાર પટેલની નિમણૂંક
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ શહેરમાં બદલી કરાઈ તેમની જગ્યાએ મોરબી જિલ્લા એસપી તરીકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક મુકેશ કુમાર.એન.પટેલની નિમણૂંક કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા IPS અને SSPની બદલીનો ગંજીપો ચીપીને ૧૦૫ જેટલા પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ કરાયો છે ત્યારે રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરાઈ છે જેમા ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક અને ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા લાંબા સમયથી મોરબી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા રાહુલ ત્રિપાઠીની અમદાવાદ શહેરમાં એસઓજી નાયબ પોલીસ કમિશનર તરીકે મુકાયા જ્યારે તેમની જગ્યાએ મોરબી જિલ્લા એસપી તરીકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ કુમાર પટેલની નિમણૂંક કરવામાં આવી છે