
મોરબી સેવાસદન પાસેથી તાજમહમદભાઈ ભટ્ટીનુ અપહરણ થયાની આશંકા સાથે મિંયાણા સમાજના લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા
બે દિવસથી ગુમ તાજમહંમદભાઈ ભટ્ટીની સ્વીફટ કાર સેવાસદનના ગ્રાઉન્ડમાં રેઢી મળી જમીનના કામે અન્ય વ્યકિતો સાથે નીકળ્યા બાદ લાપતા પરીવારજનો પરેશાન
મોરબી વાવડી રોડ ઉપર રહેતા અને જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલા તાજમહંમદભાઈ ભટ્ટી તા.૧૯-૦૨-૨૦૨૬ના રોજ વાવડી રોડ ઉપરથી નીકળી જુના સેવાસદન પોતાની સ્વીફટ કાર લઈને જમીનના કામે નીકળ્યા હતા ત્યારે સાંજનો સમય થયા છતા ઘરે ન પહોચતા તેના પરીવારજનોએ શોધખોળ આદરી હતી અને પ્રાથમિક તપાસમાં તેઓની સ્વિફ્ટ કાર જુના સેવાસદનના ગ્રાઉન્ડમાં રેઢી મળી આવી હતી અને ગાડીનો લોક પણ ખુલ્લો હોવાથી કારમાં એક મોબાઈલ અને ખાવાના પાન પડયા હોવાથી પરીવારજનોએ શોધખોળ શરૂ કરતા તાજમહંમદભાઈ ભટ્ટી બાલાભાઈ તથા હકકાભાઈ નામના અન્ય વ્યક્તિ સાથે ભડીયાદ જમીનના કામે ગયા હોવાનુ પરીવારજનોને જાણવા મળતા બાલાભાઈનો સંપર્ક કરતા બાલાભાઈએ નટરાજ ફાટક પાસે ઉતારી દીધા હોવાનુ જણાવ્યું હતું ત્યારબાદ આ બનાવ અંગે મોરબી મિંયાણા સમાજના પ્રમુખને અને આગેવાનોને વાત કરતા મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશને ખાતે દોડી ગયા હતા અને પીઆઈને આ બનાવ અંગે જાણવા જોગ ફરીયાદ અરજી આપતા પોલીસે પુરતો સાથ સહકાર આપવાની સાથ તપાસના ચકો ગતિમાન કરીને શોધખોળ કરવાની ખાત્રી આપી છે




























