મોરબી સબજેલ બન્યા બાદ ઘણી સુવિધાઓથી વંચિત બંદીવાન ભાઈ બહેનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ જેલ પ્રશાસન દ્વારા પ્રયાસો કરી બંદીવાન ભાઈ બહેનો માટે સમયાંતરે નિયમોનુસારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી
મોરબી સબજેલ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ. એ. બાબરિયા દ્વારા ઘણા લાંબા સમયની જહેમત બાદ મોરબી સબજેલ માં કેન્ટિન શરૂ કરવામાં આવી છે આ કેન્ટિનમાં બંદીવાન ભાઈ બહેનો કૂપન દ્વારા જીવન જરૂરિયાતની તમામ નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદી શકશે જેમાં નહાવાના સાબુ,કપડા ધોવાના સાબુ,શેમ્પૂ,જુદી જુદી દસ પ્રકારના બિસ્કિટ, જુદી જુદી વેફર્સ,ચવાણું,આસિસ્ક્રીમ, કુલ્ફી, કોલ્ડ્રીંક્સ તેમજ જેલમાં પ્રતિબંધિત વસ્તુ સિવાયની તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાવ સામાન્ય રીતે જેલમાં બંધ બંદીવાન ભાઈ બહેનોને સરળતા થી બહારના ભાવથી જેલમાં પણ મળી રહેશે જેથી અમુક બંદીવાન ભાઈ અને બહેનો બહાર ગામના હોય તો તેઓએ પણ બહાર કોઈ વસ્તુ માટે કોઈને ધક્કો ખવડાવવો નહીં પડે સાથે સાથે બંદીવાનોને પણ તેનો જરૂરી વસ્તુઓ કૂપન મારફતે જોઈ એ તે મુજબ ગમે ત્યારે મળી શકશે.સબ જેલમાં કૂપન કઈ રીતે મળી શકશે.
મોરબી સબજેલ માં હાલ ૩૩૭ ભાઈઓ અને ૧૩ બહેનો મળી કુલ ૩૫૦ બંદીવાનો છે તે તમામ ના પરિવાર જનો દ્વારા અહીંયા રૂબરૂ આવ્યા વિના તેના નામના મની ઓર્ડર મોરબી સબજેલ ખાતે મોકલી અને રૂપિયા જમા કરાવી એડવાન્સ માં કૂપન મેળવી શકશે હાલ સુધીમાં મોરબીના તમામ બંદીવાન ભાઈ બહેનોએ ૪૫ હજારના કૂપન (ટોકન) લઈ લીધેલ છે અને આજે ફક્ત કેન્ટિન ના લોકાર્પણ થયાના ત્રણ કલાકમાં જ ચાર હજાર રૂપિયાની ચીજ વસ્તુઓનું વેચાણ થઈ ચૂક્યું છે
મોરબી સબજેલના બંદીવાનો દ્વારા આ મોરબી સબજેલના આ નિર્ણય ને આવકાર્યો છે અને આ કેન્ટીનમાથી થતી આવક પણ કેદી વેલ્ફરફંડમાં જમા લેવામાં આવે છેઆ કેન્ટિન નું લોકાર્પણ લાંબા સમય બાદ મોરબી સબજેલ ના ઇન્ચાર્જ અધિક્ષક એચ એ બાબરિયા ના હસ્તે કરવામાં આવ્યું છે


























