
માળીયામિંયાણાના બગસરા ગામના વિજયભાઈ ગજીયાની મોરબી જિલ્લા ભાજપમાં સોશિયલ મીડિયા ટીમમાં નિમણુંક
માળીયામિંયાણાના બગસરા ગામના યુવા ઉત્સાહી વિજયભાઈ ગજીયાની મોરબી જિલ્લા ભાજપમાં સોશિયલ મિડિયા ટીમમાં નિયુક્તિ થતા માળીયા તાલુકા ભાજપ મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી ફેલાઈ છે નાની ઉંમરે મોટું નામ બનાવી માળીયા તાલુકાના બગસરા ગામના ગરીબોના સેવાકીય કાર્યોથી શરૂઆત કરીને માળીયા તાલુકામાં વિવિધ પદો ઉપર કામ કરીને આજે મોરબી જિલ્લા ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં નિમણુંક મેળવીને ગામ તેમજ પરીવારનું ગૌરવ વધાર્યું છે વિજય ગજીયા છેલ્લા ૧૦ વર્ષથી ભાજપ સાથે જોડાઈને પક્ષ પ્રત્યેની તેમની વિચારધારાથી આજે ભાજપ પરીવારમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે અને સમગ્ર ભાજપ ટીમમાં લોકચાહના ધરાવતા વિજયભાઈ ગજીયાને અભિનંદનની વર્ષા થઈ રહી છે
























