

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ
મોરબી શહેરની મધ્યમા આવેલ વિવિધ વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકિત અને જાણીતી ઓમ.વી.વી.આઈ.એમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર સાહેબ, ગોહીલ સાહેબ સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવા ઉપરાંત ટ્રાફિક ના નિયમો નુ ચુસ્તપણે પાલન કરવા અંગે શપથ લેવડાવવા માં આવ્યા હતા. તે ઉપરાંત અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ તેમજ G20 અંતર્ગત ભારત ને મળેલ અધ્યક્ષ પદ વિશે પણ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિતભાઈ કક્કડ, ભગીરથસિંહ ઝાલા સહીત ના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા

























