
માળીયા મિંયાણાના રાસંગપર પાસે ચાલતા સંગાથ વૃધ્ધાશ્રમમા મોરબીના સેવાભાવી બીપીનભાઈએ કપડા સાડી અને અનાજ આપી મદદરુપ બન્યા
માળીયા મિંયાણાના રાસંગપરના પાટીયા પાસે આવેલ ગરીબ નિરાધાર વૃધ્ધો માટે એસ.એસ.વી.ટી સંચાલિત સંગાથ વૃધ્ધાશ્રમમા વૃધ્ધો અને વડીલોને સેવા પુરી પાડતા સંગાથ વૃધ્ધાશ્રમ ખાતે મોરબીથી આવેલ સેવાભાવી દાતા બીપીનભાઈ તથા તેમના પરીવાર તરફથી સંગાથ વૃધ્ધાશ્રમમા રહેતા ગરીબ નિરાધારો માટે કપડા વૃધ્ધ મહિલાઓ માટે સાડી અને દશ મણ અનાજ ધઉ આપીને ગરીબ નિરાધાર વૃધ્ધો માટે ચાલતા સંગાથ વૃધ્ધાશ્રમને સહાય કરી મદદ કરેલ હોય સંગાથ વૃધ્ધાશ્રમમા રહેતા તમામ વડીલોએ અને સંચાલક તેમજ ટ્રસ્ટીઓએ તેમજ સ્ટાફ દ્રારા સેવાભાવી બીપીનભાઈ તથા તેમના પરીવારનો આભાર માન્યો હતો