
માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર દ્રારા
માળીયામિંયાણાના વેણાસર પ્રાથમિક શાળા ખાતે ધો.૮ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
વેણાસર ગામના સરપંચ અરજણભાઈ હુંબલે બાળકોને વધુ ઉંચ અભ્યાસ અર્થે કાંઈ પણ જરૂર પડે તો હાકલ કરવા જણાવી મીઠા મોઢા કરાવી વિદાય આપી
માળીયામિંયાણાના વેણાસર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે શાળા પરીવારે સુર સંગીતના તાલે વિદાય આપતો કાર્યક્રમ યોજી દરેક બાળકોને ફોલ્ડર ફાઈલ આપી હતી તેમજ ધો.૮માં અભ્યાસ કરતા તેજસ્વી વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ગામના સરપંચ અરજણભાઈ હુંબલે તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી મીઠા મોઢા કરાવી વિદાય આપી હતી તે સમયે સરપંચશ્રી દ્વારા બાળકોને ઊંચ અભ્યાસ અર્થે ગમે ત્યારે જરૂર પડે ત્યારે મદદની જરૂર પડે હાકલ કરવા જણાવી ખાત્રી આપી હતી આ પ્રસંગે ગામના સરપંચ અરજણભાઈ હુંબલ એસએમસીના અધ્યક્ષ દેવદાનભાઈ લોલાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી