
માળીયા મિંયાણા તાલુકાનામોટીબરાર પ્રાથમીક શાળાને દાતા તરફથી સ્માર્ટ ટી.વી. અને સ્પીકર અર્પણ

માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પિતાશ્રી જસાભાઈ પરબતભાઈ હુંબલ તેમજ તેમના ભાઈ શ્રવણભાઈ અને દશરથભાઈ તરફથી 50 ઈંચનું મોટું સ્માર્ટ ટી.વી. અને બ્લુટુથ સ્પીકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા અને શિક્ષકોએ દાતાઓ દ્વારા આપવામાં આવેલ આ ભેટ શાળાના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.























